રાજ્યભરના જિલ્લા અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઠક યોજાઈ
Live TV
-
ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષસ્થાને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઢક યોજાઈ હતી. જેમાં કેન્દ્ર સરકારના નેશનલ અચિવમેન્ટ સરવેમાં ગુજરાતમા ધો. 3, 5 અને 8ના ભાષા સહિતના વિષયોની ગુણવતામાં નોંધપાત્ર સુધારો થયાની વિગતો આપવામાં આવી હતી. હજી પણ વધારે ગુણવત્તા સુધારણા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા આઠ મુદ્દાના કાર્યક્રમમાં રાજ્યના નર્મદા અને દાહોદનો સમાવેશ કરાયો છે. ત્યારે શિક્ષણમંત્રીએ તમામ ડીઇઓ, ડીપીઓ અને સીઆરસી તેમજ બીઆરસીના ઇન્વોલ્વમેન્ટ પર ભાર મૂક્યો હતો.
