મહેસૂલી પ્રશ્નોનો ત્વરિત, ઝડપી નિકાલ કરવા માટે ઓપન હાઉસ કાર્યક્રમ યોજાયો
Live TV
-
આ ઓપન હાઉસમાં યુએલસી વટહૂકમ, બનીખેતી, નવી શરત, પૂરક સેટલમેન્ટના દાવા પ્રમાણપત્ર, સહિત કુલ 1309 હુકમોનું લાભાર્થીઓને હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું.
મહેસૂલી પ્રશ્નોનો ત્વરિત, ઝડપી અને પારદર્શી રીતે નિકાલ લાવવાના અભિગમના ભાગરૂપે અમદાવાદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે ઓપન હાઉસના કાર્યક્રમ દ્વારા ખેતી, બિન ખેતી, જૂની-નવી શરતોના હુકમોના નિકાલ માટેનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ કડીની 28મી શૃખંલારૂપે અમદાવાદમાં યોજાયેલા ઓપન હાઉસ કાર્યક્રમમાં 1300થી વધુ હુકમો નું મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના હાથોહાથ લાભાર્થીઓને વિતરણ કરવામાં આવ્યું હતું. મહેસૂલ મંત્રીશ્રીએ આ તકે જણાવ્યું કે સમાજના અંતિમ બિન્દુએ રહેલા આમ આદમીને પણ ભ્રષ્ટાચાર મુક્ત અને પારદર્શી સરળ વહીવટની અનુભૂતિ થાય તે માટે રાજ્ય સરકાર કટિબધ્ધ છે. આ ઓપન હાઉસમાં યુએલસી વટહૂકમ, બનીખેતી, નવી શરત, પૂરક સેટલમેન્ટના દાવા પ્રમાણપત્ર, સહિત કુલ 1309 હુકમોનું લાભાર્થીઓને હાથોહાથ વિતરણ કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, છેલ્લાં અઢી મહિનામાં ચાર ઓપન હાઉસ કાર્યક્રમ યોજીને 4500 જેટલા મહેસૂલી પ્રશ્નોનો નિકાલ કરવામાં આવ્યો છે.
