Deprecated: Array and string offset access syntax with curly braces is deprecated in /home3/startnon/ddnewsgujarati.com/sites/all/modules/contributed/entity_translation/includes/translation.handler.inc on line 1685
રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી | DD News Skip to main content
Settings Settings for Dark

રથયાત્રા પૂર્વે આજે ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી

Live TV

X
  • અમદાવાદની ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથની141મી રથયાત્રા અષાઢ સુદ બીજ એટલે કે 14મી જુલાઈના રોજ નીકળશે.

    અમદાવાદની ઐતિહાસિક એવી ભગવાન જગન્નાથની141મી રથયાત્રા અષાઢ સુદ બીજ એટલે કે 14મી જુલાઈના રોજ નીકળશે. એ પૂર્વેનો અતિ મહત્ત્વનો પ્રસંગ એટલે જળયાત્રા. પ્રભુના જળાભિષેક માટેની આ જળયાત્રા આજે સવારે જગન્નાથજીના મંદિરેથી નીકળીને સોમનાથ ભુદરના આરે પહોંચી હતી. જ્યાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, મંદિરના મહંત દિલીપદાસજી સહિત મોટી સંખ્યામાં સંતો અને ભાવિકો જોડાયા હતા. ત્યાર બાદ 108 કળશમાં સાબરમતિ, નર્મદા અને ગંગા જેવી પવિત્ર નદીઓના જળ ભરીને વરઘોડા સ્વરૂપે જગન્નાથ મંદિરે જવા રવાના થયા હતા. મંદિરે પહોંચીને આ જળ વડે ભગવાનનો જળાભિષેક કર્યા બાદ ષોડશોપચાર પૂજન અને પછી ભગવાનના ગજવેશ શણગારનાં દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
apply