શિક્ષણમંત્રીની અધ્યક્ષાતમાં બેઠક, શિક્ષણની ગુણવત્તા સુધારવા ચર્ચા
Live TV
-
કેન્દ્ર સરકારના નેશનલ અચિવમેન્ટ સરવેમાં ગુજરાતમાં ધો. 3, 5 અને 8 ના ભાષા સહિતના વિષયોની ગુણવતામાં નોંધ પાત્ર સુધારો થયાની વિગતો આપવામાં આવી હતી.
ગાંધીનગર ખાતે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને શિક્ષણ રાજ્યમંત્રી વિભાવરી બહેન દવેની ઉપસ્થિતિમાં રાજ્યભરના જિલ્લા શિક્ષણાધિકારીઓ અને પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બેઢક યોજાઈ હતી. શિક્ષણમાં ગુણવત્તા સુધારણા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા અપાયેલા આઠ મુદ્દાના કાર્યક્રમમાં રાજ્યના નર્મદા અને દાહોદનો સમાવેશ કરાયો છે ત્યારે શિક્ષણ મંત્રીએ તમામ E.D.O., D.P.O.અને C.R.C. તેમજ B.R.C.ના ઇન્વોલ્વમેન્ટ પર ભાર મૂક્યો હતો.
