અરવલ્લીઃ લાખણેચી માતાજીના મંદિરનો 25મો પાટોત્સવ ઉજવાયો
Live TV
-
સમસ્ત ગુજરાતના રબારી ઘાંઘોળ સમાજના આરાધ્ય કુળદેવી શ્રી લાખણેચીમાતાજીના મંદિરનો ઝીર્ણોદ્વાર તેમજ ૨૫મો પાટોત્સવ ઉજવાયો હતો.
સમસ્ત ગુજરાતના રબારી ઘાંઘોળ સમાજના આરાધ્ય કુળદેવી શ્રી લાખણેચીમાતાજીના મંદિરનો ઝીર્ણોદ્વાર તેમજ ૨૫મો પાટોત્સવ ઉજવાયો હતો. અરવલ્લીના ધનસુરા પાસે આવેલા પ્રસિદ્ધિ લાખણેચીમાતાજીના મંદિરે ઝીર્ણોદ્વારની સાથે 25મા પાટોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજનમાં 125 પાટલાના યજ્ઞ રાખવામાં આવ્યા હતા. જેમાં 3લાખ થી 3.50 લાખ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત આયોજનમાં લોક ડાયરો પણ રાખવામાં આવ્યો હતો. ઉપરાંત મંદિરના સોનાના શિખર તથા સોનાના સિંહાસન નિમિત્તે હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. બે દિવસના આ કાર્યક્રમમાં આવનાર ભકતો માટે પ્રસાદ તેમજ રહેવાની વ્યવસ્થા કરવામાં આવી હતી.
