ભુજઃ ભાઈએ જ ભાઈના પરિવારને જીવતો સળગાવવાનો પ્રયાસ કર્યો
Live TV
-
ભુજમાં છેલ્લાં નવ વર્ષથી મિલકત બાબતે બે ભાઈઓ વચ્ચે ચાલતાં વિવાદ અને કૉર્ટ કેસનો કરૂણ અંજામ આવ્યો છે
ભુજમાં છેલ્લાં નવ વર્ષથી મિલકત બાબતે બે ભાઈઓ વચ્ચે ચાલતાં વિવાદ અને કૉર્ટ કેસનો કરૂણ અંજામ આવ્યો છે. રમઝાન ઈદના પવિત્ર પર્વે આ બનાવે મુસ્લિમ પરિવારમાં કરૂણાંતિકા સર્જાઈ ગઈ હતી.
મિલકતના વિવાદમાં ભુજના વંડી ફળિયામાં પેરિસ બેકરી પાસે સાંકળી શેરીમાં રહેતાં હાજી યુસુફશા હાજી ઈસ્માઈલશા પીરે પોતાના ભાઈના પરિવારના ચાર જણાં પર પેટ્રોલ છાંટી જીવતાં સળગાવી દીધાં છે. આ બનાવમાં માતા અને એક પુત્રીના મોત નીપજ્યાં છે જ્યારે પિતા અને અન્ય એક પુત્રી દાઝી ગયાં છે.
જો કે પિતાની સ્થિતિ પણ ગંભીર છે. ઘટના અંગે ભોગ બનનાર પરિવારની પુત્રી સાબેરાબેબી મોહમ્મદ ઈબ્રાહિમ પીરે ભુજ એ ડિવિઝન પોલીસ મથકે તેના પિતાના મોટા ભાઈ વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની કલમો તળે ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસે સમગ્ર મામલે બન્ને આરોપી કુંટુંબીજનો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
