છોટાઉદેપુરઃ PSIના મકાનમાંથી દારૂનો જથ્થો ઝડપાયો
Live TV
-
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે તેમાં છીંડા પડી જતા હોય છે.
ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ માટે સરકાર કટિબદ્ધ છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ અધિકારીઓના કારણે તેમાં છીંડા પડી જતા હોય છે. છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના કદવાલ પોલીસ મથકના PSIના સરકારી મકાનમાં દારૂનો જથ્થો હોવાની જાણ થતા ખુદ જીલ્લા પોલીસ વડાએ રેડ કરી જથ્થો ઝડપી પાડી પીએસઆઈ અને બે પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ કરી છે .
છોટાઉદેપુર જિલ્લાના કદવાલ પોલીસ મથકના PSI જે.બી.કટારાના રહેણાક સરકારી મકાનમાં ગેરકાયદેસર ઈંગ્લીશ દારૂનો જથ્થો હોવાની બાતમી જિલ્લાના ઇન ચાર્જ પોલીસ વડા IPS ધર્મેન્દ્ર શર્માને મળતા તેમણે એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમ સાથે મળીને રેડ પાડી હતી.
રેડ દરમ્યાન PSIના ના સરકારી મકાનમાંથી અંગ્રેજી શરાબની 265 બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેની કિંમત 39510 રૂપિયા આંકવામાં આવી છે. પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
