Skip to main content
Settings Settings for Dark

પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બે દિવસીય બેઠક આજથી શરૂ

Live TV

X
  • પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો બેઠકમાં ખાસ હાજરી આપી રહ્યા છે.

    પ્રદેશ ભાજપ પાર્લામેન્ટ બોર્ડની બે દિવસીય બેઠક આજથી ગાંધીનગરમાં કમલમ ખાતે શરૂ થઈ છે. પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલા, શબ્દશરણ બ્રહ્મભટ્ટ, રાજ્ય સરકારના મંત્રીઓ અને સાંસદો બેઠકમાં ખાસ હાજરી આપી રહ્યા છે. આ બેઠકમાં 21મીએ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવાનો નિર્ણય કરાયો છે.

    20મીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ખેડૂતો સાથે વાત કરશે. ગુજરાતમાં યોગ દિન નિમિત્તે મુખ્યમંત્રી, રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને નેતાઓ યોગ ઉજવણીમાં જોડાશે. 23મી જૂને કાશ્મીરમાં શહિદ થયેલા જવાનોને અનુલક્ષીને દરેક જિલ્લામાં શહિદોને શ્રદ્ધાંજલી આપવાનો કાર્યક્રમ યોજાશે.

    1975માં પૂર્વ પ્રધાનમંત્રી સ્વ.ઇન્દિરા ગાંધીએ 25મી જૂને કટોકટી લાદી હતી, તે સંદર્ભમાં પક્ષ દ્વારા 26મી જૂનને લોકશાહી કલંક દિવસ તરીકે મનાવવામાં આવશે, અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની હાજરીમાં અમદાવાદમાં સંમેલન યોજાશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply