Skip to main content
Settings Settings for Dark

અરવલ્લીઃ શિક્ષિકાએ પોતાની કારને શણાગારીને હરતી-ફરતી શાળા બનાવી

Live TV

X
  • કોરોના મહામારીમાં શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષકોને પણ કંઈક નવું કરવાની તક મળી છે. માલપુરના ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર શિક્ષિકા લીલાબહેને પણ બાળકોને ભણાવવા માટે એક નવો જ રસ્તો અપનાવ્યો છે.

    કોરોના મહામારીમાં શાળાઓ ભલે બંધ હોય પણ શિક્ષકોને પણ કંઈક નવું કરવાની તક મળી છે. માલપુરના ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટર શિક્ષિકા લીલાબહેને પણ બાળકોને ભણાવવા માટે એક નવો જ રસ્તો અપનાવ્યો છે. 

    કોરોનાના સમયમાં શાળાઓ બંધ છે ત્યારે સરકારી શાળાઓના શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે જઈને અભ્યાસ કરાવી રહ્યા છે. ત્યારે બધા શિક્ષકો કરતા કઈંક વિશેષ રીતે આ કામ અરવલ્લી જિલ્લાના માલપુરમાં ક્લસ્ટર રિસોર્સ કોઓર્ડિનેટરની ફરજ બજાવી રહેલ શિક્ષીકા લીલાબહેને કર્યુ છે. લીલાબહેને પોતાની કારને જ શાળા બનાવી દીધી છે. તેમણે કાર પર વિવિધ વિષયો પ્રમાણે ચાર્ટ લટકાવ્યા છે. સાથે જ બાળકોને ગમતા TLM ચાર્ટ પણ લગાવ્યા છે. લીલાબહેન વિઝીટ ડાયરી મુજબ અંતરિયાળ વિસ્તારમાં રહેતા બાળકોના ઘરે કારમાં પ્રજ્ઞા કિટ લઈને જાય છે અને ત્યાં કાર પર જ ચાર્ટ લગાવીને બાળકોને શિક્ષણ આપે છે.

    લીલાબેનનું માનવું છે કે કોઈ પણ કાર્ય પ્રત્યે સમર્પણ અને અવિરત પ્રતિબદ્ધતાનો ભાવ હોય તો જ તે કાર્ય ન્યાય ને આપી શકાય છે. જેથી કોરોનાના સમયમાં જ્યારે કામચલાઉ શાળાઓ શરૂ કરવાની વાત સામે આવી ત્યારે તેઓએ માત્ર પંદર દિવસમાં પ્રજ્ઞા કીટ તૈયાર કરી હતી. લીલાબેન પ્રવૃતિ દ્રારા જ્ઞાન એટલે કે પ્રજ્ઞા કાર્યમાં નિષ્ણાંત છે અને રાજ્યકક્ષાના તજજ્ઞ છે. તેઓને હમંશા કંઈક નવું કરવાનો શોખ છે. લીલાબેનના આ કાર્યથી બાળકોમાં પણ ઉત્સાહ રહે છે. "એક શિક્ષક સો માતાની ગરજ સારી છે" તે ઉક્તિને લીલાબેન સાર્થક કરી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
apply