મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના છેલ્લા દિવસે 4 લાખ 60 હજાર લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું
Live TV
-
રાજ્યમાં મગફળી ખરીદીના રજીસ્ટ્રેશનના છેલ્લા દિવસે 4 લાખ 60 હજાર જેટલા લોકોએ સવારે 9 વાગ્યા સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધુ હતુ.
21 ઓક્ટોબરથી મગફળીની ખરીદી એપીએમસી ખાતેથી શરૂ કરવામાં આવશે.આવતીકાલથી રાજ્યના 145 સેન્ટરો પર મગફળીની ખરીદીની શરૂઆત થશે. દરેક સેન્ટર પર પ્રથમ દિવસથી 30 જેટલા ખેડૂતોને વેચાણ માટે બોલાવામાં આવશે. જેમા 4 હજાર જેટલા ખેડૂતો પાસેથી મગફળી ખરીદી કરવામાં આવશે. મગફળી ખરીદી દરમિયાન સરકારની એસઓપીના નિયમોનું પાલન કરવામાં આવશે.
કોરોના માહામારીને ધ્યાનમાં રાખીને ખરીદી માટેના સ્થળો પર આરોગ્ય રથ હાજર રહેશે. અને ખેડૂતોને જરૂરી જણાય તો રેપિડ ટેસ્ટ પણ કરવામાં આવશે.
