મુખ્યમંત્રી વિજયરુપાણીએ સુરત મનપા અને સુડાના બે પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યું
Live TV
-
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયરુપાણીએ સુરત મનપા અને સુડાના બે પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ પુણા કુંભારીયાથી કડોદરા સુધી બીઆરટીએસના નવા રૂટનું અને વેસુ સ્થિત જીડી ગોએન્કા રોડ પર સ્ટ્રીટ ફોર પીપલ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યુ.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજયરુપાણીએ સુરત મનપા અને સુડાના બે પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યું. મુખ્યમંત્રીએ પુણા કુંભારીયાથી કડોદરા સુધી બીઆરટીએસના નવા રૂટનું અને વેસુ સ્થિત જીડી ગોએન્કા રોડ પર સ્ટ્રીટ ફોર પીપલ પ્રોજેકટનું ઇ-લોકાર્પણ કર્યુ. મુખ્યમંત્રીએ કહ્યું હતુ કે વિશ્વના આધુનિક શહેરો સાથે સુરત મહાનગર સ્પર્ધા કરી રહ્યું છે. દેશભરમાં એક માત્ર સુરતમાં 107 કિલો મીટરનો સૌથી લાંબો BRTS કોરિડોર બનશે.જેના કારણે સુરત મહાનગર પાલિકાના ટ્રાન્સપોર્ટેશનની સેવામાં વધારો થશે.જેનો સીધો લાભ સુરતની જનતાને મળશે.
