અરવલ્લીના ખંભીસર ગામે વરઘોડો કાઢવા બાબતે થયો વિવાદ
Live TV
-
અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ખંભીસર ગામે વરઘોડો કાઢવા બાબતે બે જૂથ આમને સામને આવી જતાં પરિસ્થિતિ વણસી હતી, જોકે પોલીસે ભારે જહેમત બાદ સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. વરઘોડો કાઢવા બાબતે ગ્રામજનોએ તેનો વિરોધ કર્યો હતો, જેને લઇને વરપક્ષના પરિવારજનોએ પોલિસમાં જાણ કરીને પોલિસ સુરક્ષા માંગી હતી,, જેને લઇને વરઘોડામાં પોલિસના જવાનો ગોઠવી દેવાયા હતા,, જો કે,વરઘોડો ન નિકળી શકે તે માટે ગ્રામજનો દ્વારા કેટલાક રસ્તા બંધ કરી દેવાયા હતા. પોલિસે બન્ને પક્ષોને સમજાવવા ભારે જહેમત ઉઠાવી હતી. જોકે, મોડી રાત્રે પરિસ્થિતિ વણસતા કેટલાક લોકોએ પથ્થરમારો કર્યો હતો, જેમાં પોલિસકર્મીઓ સહિત કેટલાક ગ્રામજનો પણ ઘવાયા હતા. ઘટનાને પગલે સાબરકાંઠા જિલ્લા તેમજ અરવલ્લી જિલ્લાની પોલિસનો કાફલો ઘટનાસ્થળે ગોઠવી દેવામાં આવ્યો છે. જિલ્લા પોલિસ વડા તેમજ સાબરકાંઠા જિલ્લા પોલિસ વડા સહિત પોલિસકર્મીઓએ ગામમાં ફ્લેગમાર્ચ યોજી પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો,,
