અરવલ્લીના મગનપુરા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો
Live TV
-
અરવલ્લી જિલ્લાના મગનપુરા ખાતે દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અરવલ્લી વહીવટી તંત્ર સાબરકાંઠા અરવલ્લી ફિઝિકલી હેન્ડીકેપ્ડ વેલ્ફર મંડળ અને સમાજ સુરક્ષા વિભાગના સંકલનથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં દિવ્યાંગ ભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. ધનસુરાના મામલતદારે દિવ્યાંગ ભાઈ-બહેનોને મતદાન માટેની જરૂરી જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં દિવ્યાંગ ભાઈ-બહેનોને ઈવીએમવીવીપેટ મશીનની જાણકારી અને મતદાન માટેનો ડેમો પણ બતાવવામાં આવ્યો હતો. ચૂંટણીમાં દિવ્યાંગ વ્યક્તિઓ માટે ચૂંટણીપંચ દ્વારા વિશેષ સુવિધાઓ આપવામાં આવનાર છે. જેમાં દિવ્યાંગ વ્યક્તિઓને ઘરેથી મતદાન મથકે લાવવા અને મતદાન બાદ ઘરે લઇ જવા માટે વાહનની સુવિધા મતદાન માટે વ્હીલચેરની સુવિધા સહિતની તમામ બાબતો અંગે દિવ્યાંગ ભાઈ-બહેનોને માહિતી આપવામાં આવી હતી.
