23 માર્ચથી ભાજપ દ્વારા લોકસંપર્ક અભિયાન શરૂ થશે
Live TV
-
લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી
લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઇકાલે બીજા દિવસે પણ મળી હતી, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતની 11 લોકસભા બેઠક માટેના ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરાઇ હતી. લોકસભાની આ બેઠકોમાં અમદાવાદ પશ્ચિમ,સાબરકાંઠા, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ ,ભાવનગર નો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા 23 માર્ચથી લોકસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવશે જેમા રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેને જનતા સુધી પહોંચાડવામાં આવશે. આ કાર્યક્રમ 30 માર્ચ સુધી ચાલશે. અગાઉ મળેલી બેઠકમાં 11 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામો અંગે સમીક્ષા કરાઈ હતી. જ્યારે આજે મળનારી બેઠકમાં બાકી રહેલી , ચાર બેઠકના ઉમેદવારો અંગે ચર્ચા , અને સમીક્ષા કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું કે અગાઉ મળેલી બે બેઠકમાં મોટાભાગની બેઠકો અંગે ચર્ચા થઈ ગઈ છે
