વિશ્વ ચકલી દિવસ પર ચકલી બચાવવા નવતર પ્રયોગ, સ્પેરો હાઉસ બનાવાયું
Live TV
-
અમદાવાદના પર્યાવરણપ્રેમી અને ચકલી બચાવવાનું અભિયાન ચલાવતા જગતભાઈનો સુંદર પ્રયાસ
આવતીકાલે છે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ..ત્યારે અમદાવાદના પર્યાવરણ પ્રેમી અને ચકલી બચાવવાનું અભિયાન ચલાવતા જગત કિનખાબવાલાએ ચાલુ વર્ષે નવતર અભિગમ શરૂ કર્યો છે..જગતભાઈએ ચકલીને બચાવવા માટે સ્પેરો હાઉસ બનાવ્યો છે.અને એ પણ પ્લાસ્ટિકની બોટલના ઉપયોગથી..એક તરફ પ્લાસ્ટિક પર પ્રતિબિધ છે ત્યારે તેનો નિકાલ પણ ક્રીએટીવ રીતે આવી શકે છે તે જગતભાઈના સુંદર વિચારોને આભારી છે..આ સ્પેરો હાઉસની અંદર ચકલીઓ માળામાં ઈંડા મૂકી શકે અને ત્યાંજ તેમને જરૂરી બધુજ મળી શકે. દાણા, પાણી માળો અને સલામતી અને સાથે સાથે લોકોને સમાજ કેળવાય કે ઓછા ખર્ચે આપણે સુંદર અને કાયમી કામ કરી શકીએ.ચકલી બચાવવાના જગતભાઈના આ પ્રયાસને શહેરીજનો પણ ખૂબ બિરદાવી રહ્યા છે..

આજે આપણી આસપાસમાં શોધતાં એકાદ ચકલી માંડ મળી આવે. શહેરી પક્ષી ગણાતી ચકલી છેલ્લાં એક દાયકાથી લુપ્ત થતી જાય છે. ખાસ કરીને મોબાઈલના આગમન પછી અને શહેરી વિસ્તારમાં મકાનની રચનામાં ફેરફાર પછી ઘરે ઘરે ચિચિયારી કરતી ચકલી દુર્લભ થતી જાય છે. ઘોંઘાટ છતાં સન્નાટો લાગે છે ચકલીના કલબલાટ વિના. ત્યારે અમદાવાદના એક પક્ષીપ્રેમી જગતભાઈ કિનખાબવાલાએ ચીં.ચીં.ચીં. પ્રકૃતિને પાછી આપવા અથાગ પ્રયાસ કર્યો છે. તેમણે પોતાના ઘરની બહાર અને અન્ય પક્ષીઓને પ્રકૃતિ વાતાવરણ મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.જગતભાઈએ પોતાના ચકલી બચાઓના આ અભિયાનને વેગ આપવા એક પુસ્તક પણ લખ્યું છે, અને તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુસ્તક મોકલતાં તેમણે મન કી બાતમાં તેમના અભિયાનની સરાહના કરી હતી.


