Skip to main content
Settings Settings for Dark

ભાજપની ગાંધીનગરમાં મળી બેઠક, 11 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામો અંગે કરાઈ ચર્ચા

Live TV

X
  • ગાંધીનગરમાં મુખ્યમંત્રીના નિવાસસ્થાને ભાજપની લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી..રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને પ્રભારી ઓમ માથુર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં લોકસભા ચૂંટણી સમિતિની બેઠક મળી હતી..જેમાં રાજકોટ, કચ્છ, પોરબંદર અને જૂનાગઢના ઉમેદવાર અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

    નિરિક્ષકો દ્વારા આ ચારેય બેઠક પર નામોની પેનલ બનાવી તૈયાર કરવામાં આવી હતી..જે અંગે બેઠકમાં ચર્ચા થઈ હતી..મહત્વનુ છે કે લોકસભાની ચૂંટણી સંદર્ભે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઇકાલે બીજા દિવસે પણ મળી હતી, જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતની 11 લોકસભા બેઠક માટેના ઉમેદવારોના નામો અંગે ચર્ચા કરાઇ હતી. લોકસભાની આ બેઠકોમાં અમદાવાદ પશ્ચિમ,સાબરકાંઠા, બનાસકાંઠા, જૂનાગઢ, રાજકોટ ,ભાવનગર નો સમાવેશ થાય છે. ભાજપ દ્વારા 23 માર્ચથી લોકસંપર્ક અભિયાન પણ શરૂ કરવામાં આવશે જેમા રાજ્ય અને કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે તેને જનતા સુધી પહોંચાડવામાં આવશે.

    આ કાર્યક્રમ 30 માર્ચ સુધી ચાલશે. અગાઉ મળેલી બેઠકમાં  11 લોકસભા બેઠકોના ઉમેદવારોના નામો અંગે સમીક્ષા કરાઈ હતી. જ્યારે આજે મળનારી બેઠકમાં બાકી રહેલી , ચાર બેઠકના ઉમેદવારો અંગે ચર્ચા , અને સમીક્ષા કરવામાં આવશે. પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુ વાઘાણીએ જણાવ્યુ હતું  કે અગાઉ મળેલી બે બેઠકમાં મોટાભાગની બેઠકો અંગે ચર્ચા થઈ ગઈ છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply