Skip to main content
Settings Settings for Dark

સાળંગપુર સ્વામિનારાયણ મંદિરમાં ફૂલદોલોત્સવની તડામાર તૈયારીઓ 

Live TV

X
  • રાજ્યભરમાં હોળી -ધૂળેટી પર્વની ઉજવણી ને લઈ ઉત્સાહનો માહોલ- રંગબેરંગી પિચકારી અને રંગોએ બજારમાં જમાવ્યું આકર્ષણ- તો પ્રસિદ્ધ સાળંગપુર ખાતે ઉજવાતા ફૂલદોલ ઉત્સવની તૈયારીઓ પૂર્ણ.

    હોળી એટલે રંગોનો તહેવાર.ધૂળેટીના દિવસે સવારથી જ નાનાથી લઈ મોટા સૌ કોઈ હર્ષોલ્લાસ સાથે એકબીજા અબિલ-ગુલાલ લગાવી હોળી-ધૂળેટીની ઉજવણી કરતા હોય છે. જો કે બજારમાં રાસાયણિક રંગો વેચાતા હોવાથી ધૂળેટીમાં રસાયણિક રંગોનો પણ ઉપયોગ કરાય છે.ત્યારે હોળીના તહેવારમાં રાસાયણિક રંગોના ઉપયોગને ટાળવા જોઈએ.

    ગુરૂવારે એટલે કે ધુળેટીના દિવસે બોટાદ જિલ્લાના સાળંગપુર ખાતે આવેલા સુપ્રસિધ્ધ બી.એ.પી.એસ સ્વામિનારાયણ મંદિરમાં ફૂલદોલ ઉત્સવની ઉજવણી કરવામાં આવશે. છેલ્લા 200 વર્ષથી સાળંગપુર ખાતે ઉજવાતા ફુલદોલ ઉત્સવની ઉજવણી આ વર્ષે મહંત સ્વામીની ઉપસ્થિતિમાં કરાશે.

    ત્યારે હાલ સાળંગપુર ખાતે ઉજવણીને લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં છ હજાર પુરુષ સ્વંયસેવકો, 2500 મહિલા સ્વંયસેવકો તેમજ અલગ-અલગ પ્રકારના 30 વિભાગો બનાવ્યા છે. આ સાથે મેડીકલ વિભાગ, ઉતારા વિભાગ, ભોજન વ્યવસ્થા વિભાગ સહિત ૩૦ વિભાગો કાર્યરત કરાયા છે. ત્યારે ફુલદોલોત્સવને ઉજવવા હાલ હરિભક્તો થનગની રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply