ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ
Live TV
-
ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું, કે ગુજરાતની તમામ બેઠક પર સંગઠન લક્ષી, આયોજન લક્ષી, અને ઉમેદવારલક્ષી ચર્ચા થઈ છે. હવે બેઠકમાં નક્કી કરાયેલા ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સબમીટ કરવામાં આવશે.
ભાજપની પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પૂર્ણ થઈ છે. જેમાં સૌરાષ્ટ્રની ચાર લોકસભા બેઠકોની ચર્ચા કરવામાં આવી હતી. આમ ગુજરાતની કુલ છવ્વીસ લોકસભા બેઠકની ચર્ચા વિચારણા પૂર્ણ થઈ છે. પત્રકારો સાથે વાતચીત કરતાં ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાએ જણાવ્યું હતું, કે ગુજરાતની તમામ બેઠક પર સંગઠન લક્ષી, આયોજન લક્ષી, અને ઉમેદવારલક્ષી ચર્ચા થઈ છે. હવે બેઠકમાં નક્કી કરાયેલા ઉમેદવારોના નામ કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડને સબમીટ કરવામાં આવશે.
