પત્રકાર ચિરાગના શંકાસ્પદ મોતના કારણે મીડિયા જગતમાં દુઃખની લાગણી પ્રસરી
Live TV
-
ગુજરાત સરકાર પણ પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મોતને લઈ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ વિભાગ મોતની કડીઓ શોધવા માટે કાર્યવાહી કરી રહ્યું છે.
ખાનગી ચેનલના પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મૃત્યુંને કારણે રાજ્યના મીડિયા જગતમાં ભારે દુઃખની લાગણી પ્રસરી ગઈ છે. ગઈકાલે અમદાવાદના વસ્ત્રાપુર ખાતે રાજ્યના મીડિયા કર્મીઓ દ્વારા કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નામી અનામી પત્રકારોએ ઉપસ્થિત રહી, ચિરાગ પટેલને શ્રદ્ધાંજલિ આપી હતી. ગુજરાત સરકાર પણ પત્રકાર ચિરાગ પટેલના શંકાસ્પદ મોતને લઈ એક્શનમાં આવી ગઈ છે. પોલીસ વિભાગ મોતની કડીઓ શોધવા માટે કાર્યવાહી કરી રહ્યું છે.
