'જય રણછોડ, માખણચોર' ના નારા સાથે શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરે ઉમટ્યા
Live TV
-
આજે હોળીના દિવસે ડાકોરની સાથે સાથે દ્વારકાના દ્વારકાધીશના દર્શને પણ ભક્તો પહોંચી ગયા હતા.
આજે ફાગણી પૂનમ અને હોળીના પર્વ નિમિત્તે ડાકોરના રણછોડરાયના દર્શને હજારોની સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા. રાજ્યભરમાંથી પગપાળા પ્રવાસ કરી ડાકોરના પ્રસિધ્ધ મંદિર ખાતે શ્રધ્ધાળુઓ 'જય રણછોડ, માખણચોર' ના નારા સાથે પહોંચી ગયા છે.
આજે વહેલી સવારે શ્રદ્ધાળુઓ મંગળા આરતીના દર્શન માટે ઉમટી પડ્યા હતા. ત્યારબાદ મંદિરમાં ગુલાલ ઉડાડી ભગવાન સાથે હોળી રમવાનો ભક્તોએ આનંદ લીધો હતો.
