અરવલ્લી જિલ્લાના અંતરિયાળ 12 ગામડાઓમાં એકતા રથનું પરિભ્રમણ
Live TV
-
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના ૧૨ ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એકતા રથયાત્રા પરિભ્રમણ કરી દેશની ભાવિ પેઢીને સરદાર પટેલના જીવન સંદેશને લોકો સુધી પહોંચાડયો
દેશના એકતા અને અખંડિતતાના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલિ આપવા માટે ભિલોડા તાલુકાના૧૨ ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એકતા રથયાત્રા પરિભ્રમણ કરી દેશની ભાવિ પેઢીને સરદાર પટેલના જીવન સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે પાલ્લા ગામેથી પ્રારંભ કરી તાલુકાના પાલ્લા, ભવાનપુર,શામળપુર,નાપડાખાલસા, અસાલ,ખારી,ખેરંચા, ખોડંબા,વાંદિયોલ,બ્રહમપુરી અને લાલપુર ગામે ખેડૂત ગ્રામસભા યોજવામાં આવી હતી.
આ એકતા રથયાત્રામાં જોડાયેલા મહાનુભાવો અને અધિકારીઓ દ્રારા દેશના એકતા અને અખંડિતતાના શિલ્પી અને ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્ર વિષે લોકોને માહિતગાર કર્યા હતા તથા વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ગુજરાતના બીજા એક પનોતા પુત્ર અને ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી મોટી ૧૮૨ મીટરની પ્રતિમાનું નિર્માણ સેવેલુ જે સ્વપ્ન સાકાર થયું છે અને ગુજરાતના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી સરદાર સાહેબનો એકતા અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં ફેલાશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સહેલાણીઓ માટેનુ સૌથી મોટુ પર્યટન સ્થળ બનશે અને આ પર્યટન સ્થળના વિકાસથી ગુજરાતના આદિવાસી વિસ્તારને સર્વાંગી વિકાસ થશે એમ પણ જણાવ્યુ હતું.
આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભી એકતા રથના તાલુકા ઇન્ચાર્જ ગજાનંદ, પૂર્વ આઇ.પી.એસ. અધિકારી પી.સી.બરંડા,. મહિલા આગેવાન શ્રીમતિ ઇલાબેન મડિયા, આગેવાન એન.કે કલાસવા,રાજુભાઇ નિનામા, હસમુખભાઇ મડિયાણ ઇન્દ્રજીતસિંહ રાઠોડ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, અગ્રણીઓ ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.
અંકિત ચૌહાણ,
અરવલ્લી
