સુરતમાં ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું મુખ્યમંત્રીએ કર્યુ ઉદ્દઘાટન
Live TV
-
મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે સુરત જિલ્લાના માંગરોળમાં સ્થપાનારા ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું ઉદ્દઘાટન કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર અને રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ પણ મુખ્યમંત્રી સાથે આ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 70 એકર જમીન પર સ્થપાયેલ આ મેગા ફુડ પાર્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ બનશે
