યુનાઇટેડ નેશન્સની વડોદરા બ્રાન્ચ દ્વારા છાત્ર સાંસદનું આયોજન કરાયું
Live TV
-
બે દિવસીય છાત્ર સાંસદમાં ભારતભરની વિવિધ શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.
યુનાઇટેડ નેશન્સની વડોદરા બ્રાન્ચ દ્વારા છાત્ર સાંસદનું આયોજન કરવામાં આવ્યું.છાત્ર સાંસદમાં દેશભરમાંથી 450 વિધાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે વર્તમાન સમયની વૈશ્વિક સમસ્યાઓ પર ચર્ચા વિચારણા કરીને વિશ્વમાં શાંતિ અને એખલાસ જળવાય તે માટે પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા. બે દિવસીય છાત્ર સાંસદમાં ભારતભરની વિવિધ શાળાના ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.વિદ્યાર્થીઓ સંસદની કાર્યવાહીથી માહિતગાર થાય તેમજ યુવાધનને મોબાઈલ તેમજ ઈન્ટરનેટના વ્યસનથી દૂર કરવા માટે તથા વૈશ્વિક સમસ્યાના નિરાકરણ માટે પ્રેરિત કરવાના યુનાઇટેડ નેશન્સના પ્રયાસ અંતર્ગત છાત્ર સંસદનું આયોજન થયું હતું. આગામી સમયમાં ગુજરાતના પાંચ અન્ય શહેરોમાં છાત્ર સાંસદનું આયોજન કરવામાં આવશે.
