સુરતના માંગરોળમાં સ્થપાનારા ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કર્યું ઉદ્દઘાટન
Live TV
-
70 એકર જમીન પર સ્થપાયેલ મેગા ફુડ પાર્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સુરત જિલ્લાના માંગરોળમાં સ્થપાનારા ગુજરાત એગ્રો ઇન્ફ્રાસ્ટ્રકચર મેગા ફુડ પાર્કનું ઉદ્દઘાટન કર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી હરસિમરત કૌર અને રાજ્યમંત્રી સાધ્વી નિરંજન જ્યોતિ પણ મુખ્યમંત્રી સાથે આ ઉદ્દઘાટન સમારોહમાં ઉપસ્થિત રહ્યા હતા. 70 એકર જમીન પર સ્થપાયેલ આ મેગા ફુડ પાર્ક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 2022 સુધીમાં દેશના ખેડૂતોની આવક બમણી કરવાના સંકલ્પને સાકાર કરવાની દિશામાં મહત્વપૂર્ણ કદમ બનશે.
