નાની સિંચાઇ કૌભાંડમાં ધારાસભ્યના એક દિવસના રિમાન્ડ મંજુર કરતી કોર્ટ
Live TV
-
વિધાનસભામાં કૌભાંડ બાબતે રજૂઆત ન કરવા માટે 40 લાખ માંગ્યા હતા. તો 10 લાખ રૂપિયા મજૂર મંડળી પાસેથી અને 25 લાખના ચેક લીધા હોવાનો લાગ્યો છે આરોપ
મોરબીમાં નાની સિંચાઇ કૌભાંડમાં ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાના કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.ગઇકાલે પોલીસે પરષોત્તમ સાબરીયાની ધરપકડ કરી હતી. સિંચાઈ કૌભાંડની તપાસ ચલાવતી એ- ડિવિઝન પોલીસની ટીમે હળવદના ધારાસભ્ય પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરતાં રાજકારણ ગરમાયું છે. જેમાં વિધાનસભામાં કૌભાંડ બાબતે રજૂઆત ન કરવા માટે 40 લાખ માંગ્યા હતા. તો 10 લાખ રૂપિયા મજૂર મંડળી પાસેથી અને 25 લાખના ચેક લીધા હોવાનો આરોપ લાગ્યો છે. જેના કારણે તેમની સામે સરકારી નાણાંની ઉચાપતના કેસમાં ભ્રષ્ટાચાર નિવારણની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. પરસોત્તમ સાબરિયાની ધરપકડ કરાતા મોરબીના અન્ય ત્રણ ધારાસભ્યો તેમજ કોંગ્રેસ કાર્યકર્તા પરષોત્તમભાઇના સમર્થનમાં એ ડિવીઝન પોલીસ મથકે પહોંચી ગયા હતા. તથા કથિત ઓડિયો ટેપ અંગે તપાસ કરવા રજૂઆત કરી હતી. તેમજ આ ધરપકડ કરીને પરષોત્તમ સાબરીયાની છબી ખરડવાનો પ્રયાસ થયો છે તેવા આરોપ સાથે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રર્દશન પણ કરવામાં આવ્યું હતું
