સ્ટેચ્યૂ ઓફ યુનિટીની ટિકીટનું થશે ઓનલાઇન ટિકીટ બુકિંગ
Live TV
-
સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઇન ટિકીટ બુકિંગનો વિકલ્પ વેબસાઇટ તેમજ મોબાઇલ એપ્લિકેશન ઉપર પણ ઉપલબ્ધ રહેશે
સ્ટેચ્યૂ ઓફ યુનિટીને દીવાળીના તહેવાર દરમિયાન સહેલાણીઓ સરળતાથી નિહાળી શકે તે માટે એક મોબાઇલ એપ પણ વિકસાવવામાં આવી છે. સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય એકતા ટ્રસ્ટ દ્વારા પ્રવાસીઓની સરળતા માટે ઓનલાઇન ટિકીટ બુકિંગનો વિકલ્પ વેબસાઇટ તેમજ મોબાઇલ એપ્લિકેશન ઉપર પણ ઉપલબ્ધ રહેશે. ઉપરાંત પ્રવાસીઓ કેવડિયા ખાતેથી તેમજ શ્રેષ્ઠ ભારત ભવનમાંથી પણ ટિકીટ પ્રાપ્ત કરી શકશે. સરદાર સરોવર નિગમ દ્વારા બહાર પાડવામાં આવેલી યાદીમાં જણાવાયું હતું કે વેબસાઇટ WWW. SOU TICKETS. IN પર જઇને ટિકીટ માટે ઓનલાઇન બુકિંગ કરાવી શકાશે. સ્ટેચ્યૂ ઓફ યુનિટીના લોકાર્પણ બાદ એક નવેમ્બરથી તે પ્રવાસીઓ માટે પણ ખુલ્લુ મૂકવામાં આવશે.
