બોટાદની જીવાદોરી સમાન કૃષ્ણસાગર તળાવમાં પાણી છોડાતા ખેડૂત વર્ગમાં આનંદ વ્યાપ્યો
Live TV
-
કૃષ્ણતળાવમાં પાણી આવતા આજુબાજુના ૧૫ જેટલા ગામડાં અને 4 હજારથી વધુ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે. સિચાઈનું પાણી મળતા રવિપાકને પણ પુરતું પાણી મળી રહેશે.
બોટાદની જીવાદોરી કહેવાતા તેવા કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અતર્ગત પાણી છોડવામાં આવતા ખેડૂત વર્ગમાં આનંદ વ્યાપી ગયો છે. કૃષ્ણતળાવમાં પાણી આવતા આજુબાજુના ૧૫ જેટલા ગામડાં અને 4 હજારથી વધુ ખેડૂતોને સિંચાઈના પાણીનો લાભ મળશે. સિચાઈનું પાણી મળતા રવિપાકને પણ પુરતું પાણી મળી રહેશે. નોંધનિય છે કે આ વિસ્તારના ખેડૂતોએ સિંચાઈની વ્યવસ્થા માટે ઉર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરી હતી. સરકાર દ્રારા માંગણી માન્ય રખાતા ખેડૂતોએ રાજ્ય સરકારનો આભાર માન્યો હતો.
