અરવલ્લી જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી થશે શરુ
Live TV
-
વર્ષ દરમ્યાન અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન થયું છે. ત્યારે સરકાર દ્વારા ટેકના સારા ભાવ જાહેર કરવાથી જિલ્લાના અનેક ખેડૂતોએ ટેકના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ટૂંક સમયમાં જ મગફળીની ખરીદી શરુ થવા જઈ રહી છે.
અરવલ્લી જિલ્લામાં મોટા પ્રમાણમાં એટલે કે 76000 હેકટર જમીનમાં મગફળીનું વાવેતર અને ઉત્પાદન થયું હતું. અરવલ્લી જિલ્લાના ખેડૂતો અત્યારે મગફળીને વેચવા લાયક બનાવામાં અને તેને કાઢવાની કામગીરીમાં વ્યસ્ત છે. થોડા સમય પહેલા જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન શરુ થયા હતા. ત્યારે અત્યાર સુધીમાં જિલ્લાના લગભગ 16000 જેટલા ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરાવી દીધું છે અને રજીસ્ટ્રેશન હજુ ચાલુ જ છે. સરકાર દ્વારા મગફળીના ટેકાના સારા ભાવ જાહેર કરવામાં આવ્યા છે, જેથી અરવલ્લી જિલ્લાના ખેડૂતો ટેકાના નક્કી થયેલા ભાવથી ખુશ છે. સરકારે 20 કિલો મગફળી માટે 1055 રૂપિયાની જાહેરાત કરી છે. અરવલ્લી જિલ્લામાં ધનસુરા, મોડાસા અને બાયડ સહિત અન્ય 6 તાલુકાઓમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી માટે રજીસ્ટ્રેશન કરવામાં આવી રહ્યા છે. ધનસુરા, મોડાસા અને બાયડ સહીત તમામ કેન્દ્રો પર તારીખ 21-10-2020ના રોજથી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરુ થશે. ત્યારે હાલમાં અરવલ્લી જિલ્લાના ખેડૂતો મગફળીને થ્રેસર અને ગ્રેડીંગ મશીનમાં સાફ કરવાની કામગીરીમાં વ્યસ્ત છે.
ટેકાના ભાવે રજિસ્ટ્રેશન માટે જરૂરી કાગળ
-૮-અ અને 7-12
-આધારકાર્ડ ની નકલ
-બેન્ક પાસબુકની નકલ
-પાણી પત્રક
