Skip to main content
Settings Settings for Dark

પંચમહાલ: રોજગાર કચેરી દ્વારા ઓનલાઇન શિબિર અને જોબ ફેરનું આયોજન

Live TV

X
  • પંચમહાલ જીલ્લા રોજગાર કચેરી દ્વારા યુવાનો આત્મનિર્ભર બને તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓની માહિતી આપતી ઓનલાઈન સ્વરોજગાર શિબિર તેમજ ઓનલાઈન જોબ ફેર નું આયોજન કરવામાં આવ્યું

    કોરોના મહામારીના સમયમાં દેશના યુવાનો સ્વરોજગારી મેળવી પોતે વેપાર શરુ કરી આત્મનિર્ભર બની શકે તે માટે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર દ્વારા ઘણી યોજનાઓ શરુ કરવામાં આવી છે, જે યોજનાઓની માહિતી યુવાનો સુધી સરળતાથી પહોચે તે માટે પંચમહાલ જીલ્લા રોજગાર કચેરી ખાતે જીલ્લા કક્ષાનું ઓનલાઈન સ્વરોજગાર શિબિર તેમજ ઓનલાઈન જોબ-ફેરનું આયોજન કરવામાં આવ્યું. બરોડા સ્વરોજગાર વિકાસ સંસ્થાન તેમજ સમાજ સુરક્ષા કચેરીના સહયોગથી પંચમહાલ જીલ્લા રોજગાર કચેરી દ્વારા સરકારની જુદી જુદી લોન સહાયની યોજનાઓ જેમકે, મુદ્રા લોન યોજના, સ્ટાર્ટ અપ ઇન્ડિયા, બેન્કેબલ યોજનાઓ વગેરે વિષેની તમામ પ્રકારની માહિતી ઓનલાઈન ઈન્ટરનેટ માધ્યમથી પંચમહાલ જીલ્લાના જુદા જુદા ગામોં માંથી શિબિરમાં જોડાયેલ આશરે ૧૫૦થી વધુ ઉમેદવારોને આપવામાં આવી હતી. સાથે સાથે જે ઉમેદવારો નોકરીની શોધમાં છે તેમને સરળતાથી નોકરી મળી રહે તે માટે ૪૦૦થી વધુ જોબ વેકેન્સી સાથે ઓનલાઈન જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પંચમહાલ જીલ્લાની તેમજ જીલ્લા બહારની નામી કંપનીઓ જોબ ફેરમાં જોડાઈ પોતાની કંપની ખાતે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરી હતી. લોકડાઉનના સમયથી અત્યારસુધીમાં પંચમહાલ જીલ્લા રોજગાર કચેરીએ કુલ ૩૬ જેટલા ઓનલાઈન જોબ ફેર સફળતા પૂર્વક આયોજિત કર્યા છે, જેમાં ૭૦૦થી વધુ ઉમેદવારોએ નોકરીની તકો મેળવેલ છે. વર્તમાન સમયમાં કંપની ખાતે નોકરીના ઇન્ટરવ્યુ માટે ઉમેદવારોને રૂબરૂ બોલાવવાની પ્રક્રિયામાં જોખમ હોવાથી, પંચમહાલ જીલ્લા રોજગાર કચેરી દ્વારા ઓનલાઈન જોબ ફેરનું આયોજન કરવામાં આવ્યું, જેથી કંપનીના સંચાલકોને પણ યોગ્ય લાયકાત વાળા ઉમેદવારો અને ઉમેદવારને યોગ્ય લાયકાત ધરાવતી નોકરી સરળતાથી મળી રહે. આ જોબ ફેર માટે કંપનીના સંચાલકોએ રોજગાર કચેરીના અધિકારીઓના કાર્યને બિરદાવ્યું હતું તથા ઉમેદવારો ને ઘેર બેઠા નોકરી માટે ઇન્ટરવ્યુની સગવડ પૂરી પાડવા બદલ ઉમેદવારોએ પણ રોજગાર કચેરીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply