સેવાભાવી સંસ્થાઓ દ્વારા રક્તદાન શિબિર યોજાઈ
Live TV
-
વર્તમાન કોરોના કાળમાં ક્યાંય પણ રક્તની અછત ન સર્જાય તે માટે અનેક સેવાભાવી સંસ્થાઓ આગળ આવી રહી છે. જે અંતર્ગત અમદાવાદ શહેરના પાલડી વિસ્તારમાં રેડક્રોસ પરિવાર અને છાત્ર સાંસદના સહયોગથી પ્લાઝ્મા ડોનેશન,અને રક્તદાન શિબિર યોજાઈ હતી. સ્વૈચ્છિક રક્તદાનના પ્રણેતા, ડોક્ટર વિષ્ણુ ગણેશ માવળંકરની, 96મી જન્મજયંતિ નિમિત્તે યોજાયેલી આ શિબિરમાં 25 પ્લાઝમા ડોનર તેમજ 142 રક્ત બોટલ એકત્રિત કરવામાં આવી હતી. આ રક્તદાન શિબિર સતત 24 કલાક ચલાવવામાં આવી હતી.
