અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ, મોડાસામાં 3 ઈંચ વરસાદ
Live TV
-
આજે પણ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર એલર્ટ
આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે..છેલ્લા 24 કલાકના વરસાદના આંકડા પર નજર કરીએ તો મોડાસામાં 3 ઈંચ , ભિલોડામાં 3 ઈંચ , માલપુરમાં અઢી ઈંચ, મેઘરજમાં પણ અઢી ઈંચ , તેમજ બાયડ અને ધનસુરામાં પોણો ઈંચ વરસાદ ખાબક્યો છે..ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ બની ગયુ છે..
