આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
પાટણ, મહેસાણા, મહિસાગર, સાબરકાંઠા, બનાસકાંઠામાં તંત્ર એલર્ટ
રાજસ્થાન અને તેની આસપાસના વિસ્તારમાં લો પ્રેશર થવાના કારણે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી , હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. લો પ્રેશરની અસરના પગલે પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકામાં, વરસાદી પાણી ભારાય હતા. ઉપરાંત તંત્ર દ્વારા નિચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને તકેદારી રાખવા સૂચના પણ આપવામાં આવી હતી. સાથે તંત્ર દ્વારા આપત્તીના સમયમાં જરૂરી મદદ માટે કંટ્રોલરૂમનો નંબર 02767 220071 વહેતો કરવામાં આવ્યો છે. સિદ્ધપુર ઉપરાંત પાટણ અને હારીજ પંથકમાં પણ વરસાદી માહોલથી ખેડૂતો અને પશુપાલકો ખુશખુશાલ જણાયા હતા. તો, અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદના કારણે મોડાસા, માલપુર, મેઘરજ, બાયડ, ધનસુરા તેમજ ભિલોડામાં Visibility ઓછી હોવાને કારણે વાહન ચાલકો વાહન ચલાવવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયો વરસાદ પડ્યો હતો
