Skip to main content
Settings Settings for Dark

સતત પાણીની આવકના કારણે કડાણા ડેમમાંથી મહી નદીમાં છોડાશે પાણી

Live TV

X
  • ઉપરવાસથી સતત પાણીની આવક રહેતા કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી આશરે 1 થી 2 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે

    તો આ તરફ કડાણા ડેમમાંથી પણ આજ રાત્રીના 8 થી 9 વાગ્યા સુધીમાં પાણી છોડવામાં આવશે. ઉપરવાસથી સતત પાણીની આવક રહેતા કડાણા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમમાંથી આશરે 1 થી 2 લાખ ક્યુસેક પાણી મહી નદીમાં છોડવામાં આવશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને નદી કાઠે રહેતા લોકોને સાવચેત રહેવા તંત્ર દ્વારા સૂચના પાઠવવામાં આવી છે. મહી નદીમાં પાણી છોડવાના પગલે તેના પરથી પસાર થતા ગોઢીયાર અને હાડોળ પુલ પર ભારે વાહનની અવર જવર બંધ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગત રાત્રીએ પણ મહી નદીમાં પાણી છોડવામાં આવ્યું હતુ. જેના કારણે નદી બે કાંઠે વહેતી થઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply