Skip to main content
Settings Settings for Dark

મહિસાગરના કડાણા ડેમનું જળસ્તર વધતા 8 ગેટ ખોલાયા

Live TV

X
  • કડાણા ડેમ નું હાલ નું જળ સ્તર 414 ફૂટ છે જે રુલ લેવલ કરતા એક ફૂટ વધારે છે

    મહીસાગર જિલ્લા ના કડાણા ડેમ માં ઉપરવાસમાંથી   210926 ક્યુસેક પાણીની  જબરજસ્ત  આવકને કારણે ડેમ નું જળ સ્તર વધતા રુલ લેવલ જાળવવા માટે ડેમ ના 8 ગેટ 5 ફૂટ ખોલી ને મહી નદી માં પાણી છોડવામાં આવી રહ્યું છે. કડાણા ડેમ નું હાલ નું જળ સ્તર 414 ફૂટ છે જે રુલ લેવલ કરતા એક ફૂટ વધારે છે પરંતુ ઉપરવાસમાં થી થઈ રહેલ પાણી ની વધારે પડતી આવક ને કારણે ડેમ ની સુરક્ષા ને લઈ રુલ લેવલ જાળવવા માટે ડેમ માંથી કાલ રાત્રી થી પાણી છોડવામાં આવી રહ્યું છે રાત્રે દોઢ લાખ ક્યુસેક પાણી છોડ્યા બાદ વહેલી સવારે તે ઘટાડી 86000 ક્યુસેક પાણી છોડવમાં આવ્યું છે. ડેમ માંથી મહી નદી માં પાણી છોડવામાં આવતા મહી નદી બે કાંઠે વહી રહી છે અને જેના કારણે લુણાવાડા નજીક નો મહી નદી ના હાડોળ પુલ અને કડાણા ના ઘોડીયાર  ડૂબક પુલ ને અડકી ને પાણી વહી રહ્યા છે  જેથી સાવચેતી ના ભાગ રૂપે લુણાવાડા થી અમદાવાદ ગાંધીનગર વાયા વરધરી રસ્તો બંધ કરવામાં આવ્યો છે અને લુણાવાડા થી અમદાવાદ અને ગાંધીનગર જવા હવે વાયા વિરણીયા થઈ જવા જણાવામાં આવ્યું છે ડેમ માંથી પાણી છોડવામાં આવતા નદી કિનારા ના 18 ગામો ને એલર્ટ કરવમાં આવ્યા છે અને તંત્ર દ્વારા કોઈપણ પરિસ્થિતિ ને પહોંચી વળવા  NDRF  ની ટીમ લુણાવાડા માં તૈનાત કરવમાં આવી છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply