અરવલ્લી જિલ્લા એલ.સી.બીના બે પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં ઝડપાયા
Live TV
-
અરવલ્લી જિલ્લા એલ.સી.બીના બે પોલીસ કર્મચારીઓ દારૂની હેરાફેરીમાં ઝડપાતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં બન્ને પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરી દીધા છે. જિલ્લા એલ.સી.બી.ની ટીમે આઈસર કારમાથી વિદેશી દારૂની અઢીસોથી વધારે વિદેશી દારૂની પેટીઓ પકડી પાડી હતી, જેમાંથી કેટલીક પેટી કાઢીને એલ.સી.બી.ના બે પોલૂસ કર્મચારીઓ દારૂ લઇને ખાનગી કારમાં લઇ ગયા હતા. અચાનક વાઘોડિયા નજીક કાર પલટી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
