રાજ્યપાલે ચિલ્ડ્રન યુનિવર્સિટી પદવીદાન સમારંભમાં 92 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરી
Live TV
-
દેશની સૌ પ્રથમ ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર ખાતે આજે પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. પદવીદાન સમારંભમાં 92 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી તથા 11 વિદ્યાર્થીઓને મેડલ્સ એનાયત કરવામાં આવ્યા હતા. કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજર રહ્યા હતા.જ્યારે આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ શુભેચ્છા સંદેશ આપ્યો હતો.
