અરવલ્લી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજન ડૉ.અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવૉર્ડથી સન્માનિત
Live TV
-
નવી દિલ્હી ખાતે આયોજિત કાર્યક્રમમાં નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમાર, ગુજરાતના અધિકારી અને ભારત સરકારના ડીઓપીટી મંત્રાલયના અધિક સચિવ કે.શ્રીનિવાસ (આઇ.એ.એસ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. એ.પી.જે અબ્દુલ કલામ સેન્ટર દિલ્હી સ્થિત યોજાયેલ ડૉ. અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવોર્ડ થી જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને ગુજરાતના અધિકારી અને ભારત સરકારના ડીઓપીટી મંત્રાલયના અધિક સચિવ કે.શ્રીનિવાસ (આઇ.એ.એસ) ની ઉપસ્થિતિમાં એવોર્ડ ન્યૂ દિલ્હી ખાતે આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કલેક્ટર એમ.નાગરાજનને સરકારી સેવાઓમાં અને ગવર્નમેન્ટ ક્ષેત્રમાં ઇનોવેટીવ કામ કરવા બદલ તેમને એવોર્ડ એનાયત કરાયો હતો.
Reporting by Ankit Chauhan
