Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી DDO ડૉ. અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવૉર્ડથી સન્માનિત

Live TV

X
  • જિલ્લાની જનતાની સમસ્યાઓના નિરાકરણ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી જ્યારે ગ્રામ સેન્ટરમાં ઓનલાઈન સોફ્ટવેર થી ગ્રામપંચાયત અને ગ્રામજનોની તમામ માહિતી ડિજિટલ બનાવવામાં આવી છે

    અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી તરીકે ડૉ.હસિત ગોસાવીની નિયુક્તિ સાથે જિલ્લાનો વિકાસ વેગવંતો બન્યો છે. ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ વાર જિલ્લાના પ્રજાજનો પ્રશ્નો અને સમસ્યાનું નિરાકરણ માટે ટોલ ફ્રી હેલ્પલાઈન  નંબર ૧૮૦૦ ૧૦૩ ૫૧૬૦ શરુ કરવામાં છે. આ સાથે જ ઈ-ગ્રામ સેન્ટરમાં ઓનલાઈન સોફ્ટવેર થી ગ્રામપંચાયત અને ગ્રામજનોની તમામ માહિતી ડિજિટલ બનાવવાની કામગીરી માટે દિલ્હીના ર્ડો.એ.પી.જે અબ્દુલ કલામ સેન્ટર ખાતે અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસિત ગોસાવીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ ભારત સરકારના અધિક સચિવ કે.શ્રી નિવાસન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના હસ્તે ડૉ.અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવોર્ડ-૨૦૧૯ માં એવોર્ડ અને સન્માન પાત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. 

     

          અરવલ્લી જિલ્લા વિકાસ અધિકારી ડૉ.હસિત ગોસાવીએ રાજ્યમાં સૌપ્રથમ વાર જિલ્લાવાસીઓના પ્રશ્નો અને સમસ્યાના નિરાકરણ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૧૦૩ ૫૧૬૦ શરુ કરવામાં કરવામાં આવ્યો છે. આ હેલ્પલાઈન નંબર પર ફરિયાદ કરનાર ફરિયાદીને મોબાઈલ માં ટેક્સ મેસેજ દ્વારા ટોકન નંબર આપવામાં આવે છે અને ૨૪ કલાકની અંદર ફરિયાદનું નિરાકરણ લાવવાની સાથે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી અંગે ટેક્સ મેસેજ દ્વારા માહિતી આપવામાં આવતા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં વસવાટ કરતાં પ્રજાજનો પણ જિલ્લા સાથે સીધા જોડાતા અને તેમના પ્રશ્નોનું નિરાકરણ થતા પ્રજાજનોમાં ભારે આવકાર પ્રાપ્ત થયો છે. તદઉપરાંત ગ્રામપંચાયતના ઈ-ગ્રામ પંચાયતના ઈ-ગ્રામ સેન્ટરમાં ઓનલાઈન સોફ્ટવેર ઇન્સ્ટોલ કરી ગ્રામ પંચાયત અને ગામલોકોના તમામ દસ્તાવેજોની ઓનલાઈન નોંધણી સાથે માલ મિલકતની આકારણી અને વેરાની માહિતી, ગ્રામ પંચાયતના વેરાની માહિતી સહીત જન્મ-મરણ ના દાખલો સહીત ઓનલાઈન કરવામાં આવતા પ્રજાજનોના રેકોર્ડ આંગળીના ટેરવે ઉપલબદ્ધ કરાવતા જિલ્લાને ડિજિટલ બનાવવા તરફ અગ્રેસર રહેતા અને તેમની ઉત્કૃષ્ઠ કામગીરી અને વિકાસના કામોને અનુલક્ષીને દિલ્હી ખાતે યોજાયેલ ડૉ.અબ્દુલ કલામ ઈનોવેટિવ ગર્વનન્સ એવોર્ડ-૨૦૧૯ માં અરવલ્લી જીલ્લા વિકાસ અધિકારી ર્ડો.હસિત ગોસાવીને ડિપાર્ટમેન્ટ ઓફ પર્સનલ ટ્રેનિંગ ભારત સરકારના અધિક સચિવ કે.શ્રી નિવાસન અને નીતિ આયોગના ઉપાધ્યક્ષ રાજીવ કુમારના હસ્તે સન્માન પાત્ર આપી સન્માનિત કરાતા જિલ્લામાં આનંદ છવાયો છે.

     

    અંકિત ચૌહાણ

    અરવલ્લી 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply