Skip to main content
Settings Settings for Dark

ગિરનાર શિવરાત્રી મેળાનો પ્રારંભ, CM સહિત યોગી આદિત્યનાથ પણ આવશે

Live TV

X
  • બન્ને મુખ્યમંત્રી શેરનાથબાપુના આશ્રમમાં પધારશે

    જગવિખ્યાત ગીરનારની તળેટીમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે...ફાગણવદી નોમથી ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ પરંપરાગત રીતે શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે...આ મેળામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ ઉપસ્થિત રહેવાના છે...મુખ્યમંત્રી વિજય રૂપાણી બપોરે 1 વાગ્યાની આસપાસ ભવનાથ મંદિરમાં દર્શન કરશે...બાદમાં ભારતી આશ્રમની મુલાકાત લેશે...અને નકોડા ભૈરવ ચિકિસ્તાલય ખાતે ઉદ્યાટન કરશે...અને ત્યારબાદ બપોરે 2 વાગ્યાની આસપાસ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને આવકારશે...બાદમાં બન્ને મુખ્યમંત્રી શેરનાથબાપુના આશ્રમમાં પધારશે...બન્ને મહાનુભાવો સંગાથે સામાજીક સમરસતા  સંમેલનમાં  અને પ્રકૃતિધામ ખાતે ઉપસ્થિત રહેશે....

    જગવિખ્યાત ગીરનારની તળેટીમાં શિવરાત્રીના મેળાનો પ્રારંભ થઈ રહ્યો છે...ફાગણવદી નોમથી ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ પરંપરાગત રીતે શિવરાત્રીના મેળાનો પ્રારંભ થયો છે...મેળામાં આવતા યાત્રાળુઓ માટે ગિરનાર રોપ વેના સાધન, ટ્રોલી અને તે અંગેની માહિતી માટેનું પ્રદર્શન મંત્રી વાસણભાઈ આહિરે ખુલ્લુ મુક્યું...આ પ્રદર્શન 4 માર્ચ સુધી ચાલશે...ઉષા બ્રેકો લિમિટેડ કંપની દ્વારા રોપ વે ચાલુ કરવામાં આવે છે...આ રોપ વે આધુનિક ટ્રોલી સાથે સજ્જ હશે...8 વ્યક્તિની ક્ષમતાવાળી 25 ટ્રોલી કાર્યરત થશે...તેમજ  ત્રણ સ્લેબ પ્રમાણે ગિરનાર પર અંબાજી સુધી યાત્રિકો પહોંચી શકશે...

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply