અરવલ્લી જીલ્લામાં બારે મેધ ખાંગા, વૃક્ષો ધરાશાયી, લોકોને પારાવાર મુશ્કેલી
Live TV
-
અરવલ્લી જિલ્લામાં બારેમેઘ ખાંગા થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા
અરવલ્લી જિલ્લામાં સોમવારે બારેમેઘ ખાંગા થતાં ઠેર-ઠેર પાણી ભરાઈ ગયાં હતા. ધનસુરા માં ગઈ કાલ સાંજ થી અત્યાર સુધી 8.5 ઈંચ વરસાદ ખાબકતા વૃક્ષો ધરાશાઈ થયા હતા..વીજળી ના થાંભલા પણ પડી ગયા હતા..ખેતરો માં પાણી ભરાઈ ગયા હતા..સોસાયટીમાં પણ પાણી ભરાઈ ગયા હતા..અરવલ્લી સહિત જિલ્લાના અનેક વિસ્તારો જળબંબાકાર થતાં લોકો પ્રથમ વરસાદે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. દુકાનોમાં અને ઘરોમાં પાણી ઘૂસી જતાં માલસામાનને ભારે નુકસાન થયું હતું.નસુરા વડાગામથી અમદાવાદ જતાં રસ્તા પર ફુટેલા પાસે રોડ પર ગાબડું પડયું હતું જેના લીધે રોડ બંધ કરી અન્ય રસ્તા પર વાહનો ની અવરજવર શરુ કરાઈ હતી.બૂટાલ પાટિયા પાસેના મુખ્ય માર્ગ પર પાણી પુરવઠાની પાઇપ લાઇન ને લઈ રોડ માં ભંગાણ સર્જાયું હતુ.મોડાસા તરફ વાહનો લઈ ને આવતા લોકો માટે કંજરીકંપા થઈ ને આવવા સૂચન અપાયું હતું અરવલ્લીમાં પ્રથમ ભારે વરસાદે પાલિકા તંત્રની પોલ ખોલી નાંખી હતી. શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો
ક્યા કેટલો વરસાદ?
ધનસુરા 8.5 ઈંચ વરસાદભિલોડા - 4 ઇંચ
બાયડ - 2.5 ઇંચ
મોડાસા - 1 ઇંચ
મેઘરજ - 1 ઇંચ
માલપુર - 15 મિમી
