રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત એપ્લિકેશન અને એડમિશન માટે ટોપ પર રહ્યું ગુજરાત
Live TV
-
રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ગુજરાતમાં સૌથી વધારે એપ્લિકેશન અને એડમિશન માટે ટોપ પર રહ્યું છે. ગુજરાત માં કુલ 80 હજાર સીટો છે. લોકોમાં અવેરનેસ આવતા આ વર્ષે કુલ 18,000 એપ્લિકેશન આવી હતી. જેમાં 10,445 વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવ્યો છે. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને કુલ 11,000 અરજીઓ આવી હતી. જેમાંથી 7,000 વિદ્યાર્થીઓનો પ્રવેશ નિશ્ચિત થઈ ચૂક્યો છે. આવનારા સમયમાં બીજો રાઉન્ડ પડશે તેમાં વધારે બાળકોને લાભ મળશે. જ્યારે આ વર્ષે સુરત શહેર R.T.Eના એડમિશન માટે બીજા નંબરે રહ્યું છે. દરેક ખાનગી સ્કૂલોમાં 25 ટકા વિદ્યાર્થીની ભરતી R.T.E અંતર્ગત કરવામાં આવે છે. જેને લઈને આ વર્ષે પણ ગુજરાતની વિવિધ ખાનગી શાળાઓમાં પ્રવેશ અપાઈ રહ્યો છે. કુલ 16,300 વિદ્યાર્થીઓનો પ્રવેશ નિશ્ચિત થયો છે. શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ વિશે વધુ સ્પષ્ટતા કરી હતી...
