Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી : પ્રથમ ચરણમાં 47 ગામોનું પરિભ્રમણ કરી એકતા યાત્રાનું સમાપન

Live TV

X
  • અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકાના૧૨ ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એકતા રથયાત્રા પરિભ્રમણ કરી દેશની ભાવિ પેઢીને સરદાર પટેલના જીવન સંદેશને લોકો સુધી પહોંચાડયો

    દેશના એકતા અને અખંડિતતાના શિલ્પી અને ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલને ભાવાંજલિ  આપવા માટે  ભિલોડા તાલુકાના૧૨ ગામોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો એકતા રથયાત્રા પરિભ્રમણ કરી દેશની ભાવિ પેઢીને  સરદાર પટેલના જીવન સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે કુશકી ગામેથી પ્રારંભ કરી તાલુકાના કુશકી, અઢેરા,  દેવનીમોરી,વાઘપુર, કુંડોલ (દહેગામડા), કાગડામહુડા,નાનાકંથારીયા, લુસડીયા, દહેગામડા, રામેળા,  રાવતાવાડા અનેવાંકાટીંબા  ગામ ખાતેખેડૂત ગ્રામસભા યોજવામાં આવી હતી  ત્યારબાદ પ્રથમ ફેઇઝ-૧ એકતા રથયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું.

              આ એકતા રથયાત્રા દરમ્યાન ગામે ગામ રથનુ ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતું રામેળા ગામે વયોવૃધ્ધ ખીમજીભાઇ કાળાભાઇ કટારાનુ મહાનુભાવો  દ્રારા બહુમાન કરવામાં આવ્યુ હતું.

           આ એકતા રથયાત્રામાં જોડાયેલા મહાનુભાવો દ્રારા દેશના એકતા અને અખંડિતતાના શિલ્પી અને ગુજરાતના એક પનોતા પુત્ર સરદાર વલ્લભભાઇ પટેલના જીવનચરિત્ર વિષે લોકોને માહિતગાર કર્યા હતા તથા વિશ્વ સમસ્તમાં યથોચિત આદરાંજલિ આપવા માટે ગુજરાતના બીજા એક પનોતા પુત્ર  અને ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબની વિશ્વમાં સૌથી મોટી ૧૮૨ મીટરની  પ્રતિમાનું નિર્માણ સેવેલુ જે સ્વપ્ન  સાકાર થયું છે અને ગુજરાતના કેવડીયા ગામ નજીક સાધુ બેટથી સરદાર સાહેબનો એકતા અખંડિતતાનો સંદેશ દુનિયાભરમાં ફેલાશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વમાં સહેલાણીઓ માટેનુ સૌથી મોટુ પર્યટન સ્થળ બનશે અને આ પર્યટન સ્થળના વિકાસથી ગુજરાતના આદિવાસી વિસ્તારને સર્વાંગી વિકાસ થશે એમ પણ જણાવ્યુ હતું.  

         આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ રણવીરસિંહ ડાભી એકતા રથના તાલુકા  ઇન્ચાર્જ ગુણવંતભાઇ ત્રિવેદી, પૂર્વ આઇ.પી.એસ. અધિકારી પી.સી.બરંડા,. મહિલા આગેવાન શ્રીમતિ ઇલાબેન મડિયા, આગેવાન રાજુભાઇ નિનામા, હસમુખભાઇ મડિયા, ઇન્દ્રજીતસિંહરાઠોડ, મહામંત્રી ભીખાભાઇ પટેલ, કાન્તીભાઇ પટેલ,મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, તેમજ  ગ્રામજનો વગેરે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહયા  હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply