યુનિટી એક્સપ્રેસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા શરૂ કરાશે
Live TV
-
યુનિટી એક્સપ્રેસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવશે.
યુનિટી એક્સપ્રેસ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનાં લોકાર્પણનાં દિવસે જ ભારતીય રેલ્વે દ્વારા શરૂ કરવામાં આવશે. રાજકોટથી દક્ષિણ ભારત સુધીની આ યુનિટી એક્સપ્રેસ ટ્રેન સરદાર વલ્લભભાઇ પટેલનાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો પ્રચાર કરશે. રાજકોટ રેલ્વે ડિવીઝનનાં ડી.આર.એમ પ્રભાકર નિનાવેએ પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે 31 મી તારીખે 12:50 વાગ્યે યુનિટી એક્સપ્રેસ રાજકોટ જંક્શનથી રવાના કરવામાં આવશે. 12 દિવસ અને 11 રાત્રીના પ્રવાસની આ ટ્રેનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાંથી 600 જેટલા લોકોએ બુકિંગ કરાવી લીધું છે. યુનિટી એક્સપ્રેસમાં સ્પેશ્યલ કોચમાં સરદાર વલ્લભભાઇ પટેલનાં જીવન ચરિત્રને લઇને પોસ્ટરો અને સાહિત્ય રાખવામાં આવશે.
