Skip to main content
Settings Settings for Dark

20 રાજ્યોના 140 ગુજરાતી આગેવાનો યુનિટીના સમારંભમાં રહ્યા હાજર

Live TV

X
  • મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, વતનમાં નિમંત્રણ આપીને ગુજરાત સરકાર તેમને સન્માનિત કરે છે. વિવિધ રાજ્યમાંથી આવેલા ગુજરાતીઓ પોતે જે રાજ્યમાંથી આવ્યા છે તેની પરંપરાગત પાઘડી, ટોપી વગેરે ભેટમાં આપીને મુખ્યમંત્રીનું પણ સન્માન કર્યું હતું.

    કેવડિયા ખાતે સરદાર પટેલની વિશ્વની સૌથી મોટી પ્રતિમાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે લોકાર્પણ કરવા જઈ રહ્યાં છે. દેશના ટોચના નેતાઓ આ પ્રસંગમાં ભાગ લેવા કેવડિયા પહોંચ્યા છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા, કેન્દ્રીયમંત્રી હરિભાઈ ચૌધરી પણ ગઇકાલે વડોદરા પહોંચ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ વડોદરામાં જ રાત્રિ રોકાણ કર્યું હતું. વડોદરા પહોંચીને તમામ નેતાઓએ સરદાર પટેલના જીવનકાર્યોને બિરદાવ્યા હતા. દરમિયાન 20 રાજ્યોના 38 શહેરોના 140 ગુજરાતી આગેવાનો સ્ટેચ્યુ ઓફ યુનિટીના રાષ્ટ્રાર્પણ સમારંભમાં ભાગ લેવા ગુજરાત આવી પહોંચ્યા છે. 12 રાજ્યના 60 જેટલા ગુજરાતી આગેવાનોએ ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજ્યભાઈ રૂપાણીની શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેમણે મુખ્યમંત્રીનો આભાર માનતા જણાવ્યું હતું કે, વતનમાં નિમંત્રણ આપીને ગુજરાત સરકાર તેમને સન્માનિત કરે છે. વિવિધ રાજ્યમાંથી આવેલા ગુજરાતીઓ પોતે જે રાજ્યમાંથી આવ્યા છે તેની પરંપરાગત પાઘડી, ટોપી વગેરે ભેટમાં આપીને મુખ્યમંત્રીનું પણ સન્માન કર્યું હતું. આ પ્રસંગે બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાનના મંત્રી પ્રદીપસિંહ જાડેજા અને અધિકારી પણ ઉપસ્થિત રહ્યાં હતાં

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply