પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસના દરેક કાર્યક્રમ વિશે જાણો વિગતે
Live TV
-
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી લોકાર્પણ પીએમ કાર્યક્રમ જેની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે
સ્ટેચ્યૂ ઓફ યૂનિટી લોકાર્પણ પીએમ કાર્યક્રમ જેની ખૂબ આતુરતા પૂર્વક રાહ જોવાઈ રહી હતી તે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીના લોકાર્પણ કાર્યક્રમ માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાત્રે અમદાવાદ આવી પહોંચશે. આજે રાત્રે 9-30 કલાકે પ્રધાનમંત્રીનું અમદાવાદ ખાતે આગમન થશે. ત્યારબાદ તેઓ ગાંધીનગર રાજભવન રાત્રિરોકણ અર્થે રવાના થશે. આવતીકાલે સવારે 7-55 કલાકે કેવડિયા જવા રવાના થશે. ત્યારબાદ 8-55 કલાકે હેલિકોપ્ટર દ્વારા કેવડિયા પહોંચશે. પ્રધાનમંત્રી 9-30 કલાકે રોડ માર્ગે વેલી ઓફ ફ્લાવર્સની મુલાકાત લેશે. ત્યારબાદ 9-30 થી 9-50 સુધી ટેન્ટ સિટીની મુલાકાત કરશે. ત્યારબાદ 10-15 વાગ્યે સભાસ્થળ પર પ્રધાનમંત્રીનું આગમન થશે. 11-00 કલાકે વોલ ઓફ યૂનિટીની પણ તેઓ મુલાકાત લેશે. ત્યારબાદ 11-22 કલાકે સ્ટેચ્યૂ ઓફ યૂનિટીનું લોકાર્પણ કરશે અને 11-32 કલાકે મ્યુઝિયમની મુલાકાત લેશે. બપોરે 12-15 કલાકે હેલિપેડ જવા રવાના થશે.
