Skip to main content
Settings Settings for Dark

અષ્ટમીનાં દિવસે ગુજરાતનું આભ ગોરંભાયું

Live TV

X
  • કચ્છનાં ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા - અમરેલી, દ્વારકા તેમજ અમદાવાદમાં પણ વરસાદી માહોલ - ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં ચિંતાનાં વાદળો - કેશોદમાં વિજળી પડતા એક બાળાનું મોત.

    અમરેલી જિલ્લામાં અમરેલી ઘારી ચલાલા ગોપાલગ્રામ અને ગ્રામ્ય વિસ્તારમાં વાવાઝોડા સાથે ધોધમાર વરસાદ વરસતા કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી અને વૃક્ષો ઉખડી પડયા હતા. દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં પણ ફરી વરસાદી માહોલ છવાયો હતો. દ્વારકાના ખંભાળિયા શહેરમાં ગાજ વિજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેને કારણે શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી તરફ ખેડૂતો અને ખેલૈયાઓ ચિંતામાં મુકાયા હતા. જ્યારે કચ્છમાં સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. અહીંના અબડાસા, લખપત તાલુકા અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. જ્યારે જૂનાગઢના કેશોદમાં વાડીમાં મજૂરીકામ કરતા ચાર લોકો ઉપર વીજળી ત્રાટકી હતી. જેમાં એક બાળાનું મોત થયું હતું. જ્યારે બે ખેત મજૂરો ઘાયલ થયા હતા. જેમની સારવાર ચાલી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણામાં પણ ધોધમાર વરસાદને ખેડૂતો ચિંતાતુર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply