Skip to main content
Settings Settings for Dark

મુખ્યમંત્રી રૂપાણીએ નર્મદામાં કન્યા છાત્રાલયનું કર્યું લોકાર્પણ

Live TV

X
  • ગુજરાતની યુવા પેઢીને સુશિક્ષિત બનાવવા રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવતા મુખ્યમંત્રી.

    મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી આજે નર્મદા જિલ્લાના પછાત અને અંતરિયાળ ગણાતા ડેડીયાપાડા તાલુકાના સામરપાડા ગામના મહેમાન બન્યા હતા. હળપતિ સેવા સંઘ બારડોલી દ્વારા બનવવામાં આવેલ 66 માં કન્યા છાત્રાલયનું લોકાર્પણ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ દીપપ્રાગટ્ય કરી કર્યું હતું. ઉલ્લેખખનીય છે કે, હળપતિ સેવા સંઘ બારડોલી આયોજિત શ્રી સ્વામિનારાયણ વડતાલધામના નામે 108 કન્યા છાત્રાલય સમગ્ર ગુજરાત માં બનાવવાનો સંકલ્પ છે , ત્યારે આજે 66 માં કન્યા છાત્રાલય ના લોકાર્પણ સમયે, મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણી એ જણાવ્યું, કે શિક્ષણ માટે ગુજરાત કટિબદ્ધ છે અને આવા છાત્રાલયો દ્વારા શિક્ષણ ને પ્રોત્સહન મળશે, નવી પેઢી ને શિક્ષિત બનવવા માટે ગુજરાત સરકાર કટી બદ્ધ છે, અને હકારાત્મક વિચાર કરી 30 હજાર કરોડ રૂપિયા ખાસ શિક્ષણ માટે ફાળવવાવા આવ્યા છે. આ કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ -મહન્તો અને ભરૂચ સાંસદ મનસુખભાઇ વસાવા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply