નડિયાદમાં દિવ્યાંગો માટે રોજગાર ભરતીમેળાનું આયોજન
Live TV
-
ખેડા જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લાના બેરોજગાર યુવાનો માટે રોજગારી - સ્વરોજગારી અંગે ભરતી મેળાઓનું આયોજન આવે છે. જિલ્લાના દિવ્યાંગ રોજગાર વાંચ્છુઓ માટે આવો જ એક રોજગાર ભરતીમેળો અને પ્રેરણાત્મક શિબિરનું આયોજન મહિલા આર્ટસ અને કોમર્સ કોલેજ નડિયાદ ખાતે યોજાયો હતો. આ પ્રસંગે રોજગાર અધિકારી એન.આર.શુકલે જણાવ્યું કે, જિલ્લામાં વિવિધ નોકરી દાતાઓ દ્વારા રોજગારવાંચ્છુ યુવક યુવતીઓની ભરતી આવા રોજગાર ભરતી મેળામાંથી કરવામાં આવે છે. તેમણે રાજયમાં તથા દેશમાં યોજાતી વિવિધ સરકારી તેમજ અર્ધસરકારી અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની વિસ્તૃત જાણકારી આપી હતી. આ રોજગાર ભરતી મેળામાં નડિયાદ સિવિલ હોસ્પિટલ સહિત વિવિધ,ચાર મોટા ઉદ્યોગ ગૃહો દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો અને જે તે સંવર્ગ ની જગ્યા માટે યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોના પ્રાથમિક ઇન્ટરવ્યુ લઇ તેઓને એપ્રેન્ટીસ માટે પ્રાથમિક ધોરણે પસંદગી કરાયા હતા. 19 દિવ્યાંગો સહિત 40 બહેનોની ભરતી કરવામાં આવી હતી. આ દિવ્યાંગો તથા મહિલાઓના ભરતી મેળામાં 47 દિવ્યાંગો સહિત 304 ઉમેદવારો હાજર રહ્યા હતા.
