આઈસીએમઆરની મંજૂરી બાદ ગુજરાતમાં સેરોલૉજી ટેસ્ટ
Live TV
-
મહિસાગર, નર્મદા અને બનાસકાંઠામાં ટેસ્ટ શરૂ કરાયા, લક્ષણ હોય કે ન હોય તેવા દર્દીઓની ઓળખ થઇ શકશે
આઇસીએમઆરની મંજૂરી બાદ ગુજરાતમાં સેરોલૉજી ટેસ્ટ કરવામાં આવશે. કોરોના થયા બાદ લોકોમાં તેના ફેલાવવા આ ટેસ્ટ મદદગાર સાબિત થશે. આ ટેસ્ટને એન્ટી બોડી ટેસ્ટ પણ કહેવામાં આવે છે. શરીરમાં રોગપ્રતિકારક શક્તિ અંગે પણ આ ટેસ્ટ દ્વારા જાણી શકાય છે. એટલુ જ નહિ કોરોના લક્ષણવાળા અને લક્ષણ વગરના દર્દીઓની પણ ઓળખ આ ટેસ્ટથી થઇ શકે છે. દેશમાં અત્યાર સુધી 24 હજારથી વધુ સેરા ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ ટેસ્ટની મદદથી સમાજમાં કેટલા ટકા સંક્રમણ ફેલાયો તેની જાણ થઇ શકે છે. હાલ ગુજરાતના મહિસાગર, નર્મદા અને બનાસકાંઠા જિલ્લામાં આ ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે.
