Skip to main content
Settings Settings for Dark

રાજ્યના અનેક જીલ્લામાં મેઘમહેર યથાવત

Live TV

X
  • ગુજરાતમાં બે દિવસમાં ચોમાસુ બેસી જવાની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી

    ગુજરાતમાં બે દિવસમાં ચોમાસુ બેસી જવાની હવામાન વિભાગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમજ આગામી બે દિવસમાં ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. 14 અને 15 જુને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 60 કિમીની ઝડપે પવન ફુંકાવાની શક્યતા છે. ચોમાસુ વહેલા બેસવાની શક્યતાઓ વચ્ચે રાજ્યમાં છેલ્લાં 24 કલાકમાં 4 તાલુકાઓમાં 2 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે. માળિયા, ગઢડા, તલાલા અને કુતિયાણામાં બે ઇંચથી વધારે વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 11 તાલુકાઓમાં એક-એક ઇંચથી વધારે વરસાદ પડ્યો હતો. ગીર જંગલ વિસ્તારમાં ધોધમાર વરસાદને પગલે અહીની હિરણ, કરકરી અને સરસ્વતી નદી માં ,નવા નીર આવ્યાં છે. એ જ રીતે ,વિસાવદર પાસે આવેલી ,પોપટડી નદી માં ,પૂર આવ્યું છે. સૌરાષ્ટ્રના મેંદરડા માં ,1.75 ઇંચ, તો પોરબંદર ના રાણા વાવ, માણાવ દર ,અને ગીર ગઢડા માં ,એક-એક ઇંચ વરસાદ થયો છે. રાજ્ય ના ,દાહોદ જિલ્લા માં પણ ,ભારે પવન સાથે ,વરસાદ છે. આ વર્ષે ,સમયસર થઇ રહેલા વરસાદ ને કારણે ,ખેડૂતો ખુશ થયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-07-2026 Max Temp : °C Min Temp : °C
apply